Tuesday, 4 November 2014

શબ્દસમૂહ માટે એક શબ્દ

✅✅✅✅
શબ્દસમૂહ માટે એક શબ્દ
1. જેમાંથી વસ્તુ ખુટે નહિ તેવું પાત્ર – અક્ષયપાત્ર
2. વૃદ્રાવસ્થા કે મૃત્યુ અ આવે તેવું – અજરાઅમર
3. જીતી ન શકાય તેવું - અજેય
4. સાચવી રાખવા સોંપેલી વસ્તુ - અનામત
5. મટકું માર્યા વગર – અનિમેષ
6. કોઇની સાથે સરખાવી શકાય નહિ તેવું – અનુપમ
7. પહેલાં કદી ન બન્યું હોય તેવું – અપૂર્વ
8. કદી પણ ન બની શકે તેવું – અસંભવિત
9. પોતાના વખાણ પોતે કરવાં તે – આત્મ શ્લાઘા
10. આંખ આગળ ખડુંથઇ જાય તેવું – આબેહૂબ
11. લેખકે ધારણ કરેલું બીજું નામ – ઉપનામ , તખલ્લુસ
12. એકબીજામાં ભળી ગયેલ – ઓતપ્રોત
13. અશુભ સમાચારનો પત્ર – કાળોતરી
14. જે પત્ની મેળવી શક્યા નથી તે- વાંઢો
15. ઉપકાર ઉપર અપકાર કરનાર – કૃતઘ્ન
16. કરેલા ઉપકારને જાણનાર– કૃતજ્ઞ
17. ચોમાસું પાક – ખરીફ પાક
18. શિયાળું પાક – રવી પાક
19. આકાશમાં ફરનાર – ખેચર
20. જન્મથી પૈસાદાર – ગર્ભશ્રીમંત
21. ગામનો વહીવટ કરનારી સંસ્થા – ગ્રામપંચાયત
22. પકડેલી વાતને નહિ છોડનાર – જિદ્દી
23. બે જણાને લડાવી મારવાનુંકામ– નારદવેડા
24. જેનું નામ લેવું પવિત્ર છે તે – પુણ્યશ્લોક
25. જેણે તહોમત મૂક્યું છે તે – વાદી, ફરિયાદી
26. જેના ઉપર તહોમત મુકાયુ છે તે– પ્રતિવાદી, આરોપી
27. જેની ત્રણ બાજુ પાણી હોય તેવો જમીનનો ભાગ - દ્રીપલ્પ
28. જરૂર જેટલુંખાનાર – મિતાહારી
29. કવિઓનું સંમેલન – મુશાયરો
30. પચ્ચીસ વર્ષપૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – રજત મહોત્સવ
31. પચાસ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – સુવર્ણ મહોત્સવ
32. સાઠ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – હીરક મહોત્સવ / ષષ્ટીપૂર્તિ
33. સો વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – શતાબ્દી મહોત્સવ
34. સચોટ અસર થાય તેવું – રામબાણ
35. એકહથ્થુ સત્તાવાળો વહીવટ – સરમુખત્યારશાહી

No comments:

Post a Comment